દિલ્હીમાં તિરંગા રેલી પહેલાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ ગુરુવારે રાત્રે 12 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને દાવો કર્યો કે આજે રાત્રે અથવા કાલે સવાર સુધીમાં દિલ્હી પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.
દીપકેએ કહ્યું કે હું નરેન્દ્ર મોદીને કહેવા માગું છું કે અમે આનાથી ડરવાના નથી. હું અહીં બેઠો છું, આવો અને લઈ જાવ. જો આ દેશમાં તિરંગો લહેરાવવા માટે જેલમાં જવું પડશે, તો અમે તેના માટે તૈયાર છીએ. CJP ફાઉન્ડરે પૂછ્યું- તિરંગો લહેરાવવા માટે પણ પરમિશન લેવી પડશે. દીપકે મીડિયા સાથે વાત કરતા કહ્યું- દિલ્હી પોલીસ અહીં આવતા ગુંડાઓ સામે કોઈ કાર્યવાહી કરતી નથી. દિલ્હી પોલીસ કોની સામે કાર્યવાહી કરે છે? દિલ્હી પોલીસે સૌરભ અને આશુતોષની ધરપકડ કરી લીધી. તેમણે શું કર્યું. તેમનો ગુનો શું હતો- તેમણે તિરંગો લહેરાવ્યો.” આ સિવાય અભિજીતે એ પણ કહ્યું, “દિલ્હી પોલીસ એ કેવી રીતે નક્કી કરશે કે કોણ તિરંગો લહેરાવી શકે છે અને કોણ નહીં? દરેક નાગરિકે એવું કરવું જોઈએ. શું હવે લોકોને તિરંગો લહેરાવવા માટે પણ દિલ્હી પોલીસ પાસેથી પરમિશન લેવી પડશે?”
આ પહેલાં તેમણે X પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી અને દાવો કર્યો હતો કે સાદા કપડાંમાં પોલીસકર્મીઓ તેમનો પીછો કરી રહ્યા છે. તેઓ જ્યાં રોકાયા છે, તેને ચારે બાજુથી પોલીસે ઘેરી લીધું છે. તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે. એક સફેદ સ્કોર્પિયો પણ દરેક જગ્યાએ તેમનો પીછો કરી રહી છે.