ઝેલેન્સ્કીએ કહ્યું- ટ્રમ્પની વાત નહીં માનીએ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયાની તેલ રિફાઇનરીઓ પર ફરીથી હુમલા કરવાની જાહેરાત કરી છે. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હુમલા રોકવાની અપીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

ઝેલેન્સ્કીએ અમેરિકાના રશિયા પાસેથી ડીઝલ ખરીદવાના નિર્ણયને ખોટો ગણાવતા કહ્યું કે તેનાથી રશિયાને યુક્રેન સામે યુદ્ધ ચાલુ રાખવા માટે નાણાં મળશે.

તેમણે ગુરુવારે ફાઇનાન્શિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, “હવે ઘણું થઈ ગયું.” તેમણે એ જણાવ્યું નથી કે રશિયન રિફાઇનરીઓ પર હુમલા ક્યારે શરૂ થશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 11 ઓક્ટોબરે રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયરની જાહેરાત કરી હતી. તેમણે બંને દેશોને ઊર્જા સ્થળો પર હુમલા રોકવાની અપીલ કરી હતી.

યુક્રેને આ અપીલ બાદ રશિયન તેલ રિફાઇનરીઓ પરના હુમલા રોકી દીધા હતા. જોકે, યુક્રેનનો આરોપ છે કે રશિયાએ તેના વીજમથકો અને વીજળી સપ્લાય કરતા અન્ય સ્થળો પર હુમલા ચાલુ રાખ્યા.

તે જ સમયે, રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે દાવો કર્યો હતો કે યુક્રેને રશિયન રિફાઇનરીઓ પરના હુમલા ક્યારેય બંધ જ કર્યા નહોતા. યુક્રેનનું કહેવું છે કે તેણે અમેરિકી રાષ્ટ્રપતિની અપીલનું પાલન કર્યું છે.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તેલ મથકો પર યુક્રેનના હુમલાઓને ટ્રમ્પ માટે સીધો પડકાર ગણાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *