રણજી ટ્રોફી- સૌરાષ્ટ્રના પ્રેરક માંકડ અને રવીન્દ્ર જાડેજાએ સદી ફટકારી

રણજી ટ્રોફી 2026-27ના બીજા દિવસે મુંબઈના તુષાર દેશપાંડેએ ચંડીગઢ સામે હેટ્રિક લઈને પાંચ વિકેટ પૂર્ણ કરી. તેમની બોલિંગ સામે ચંડીગઢની પ્રથમ ઇનિંગ્સ માત્ર 78 રનમાં સમેટાઈ ગઈ. મુંબઈએ 429 રન બનાવ્યા બાદ ફોલોઑન આપ્યું અને બીજી ઇનિંગ્સમાં પણ ચંડીગઢની એક વિકેટ ઝડપી લીધી.

બીજી તરફ, વિદર્ભના કેપ્ટન અક્ષય વાડકર બેવડી સદીથી માત્ર 2 રન દૂર રહી ગયા. સૌરાષ્ટ્રના પ્રેરક માંકડ અને રવીન્દ્ર જાડેજાએ સદી ફટકારી.

બંગાળના સુદીપ કુમાર ઘરામી અને અભિષેક પોરેલે દિલ્હીની સામે અણનમ સદીની ઇનિંગ્સ રમીને ટીમને લીડ અપાવી. પંજાબ તરફથી રમી રહેલા ઉમેશ યાદવે પણ આસામ સામે બે વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વાપસી કરીને પાંચ વિકેટ ઝડપી.

મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં 429 રન બનાવ્યા. ટીમ માટે તનુષ કોટિયને અને તુષાર દેશપાંડેએ અર્ધસદી ફટકારીને નીચલા ક્રમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કેપ્ટન સિદ્ધેશ લાડે 86 રન બનાવ્યા. ચંડીગઢના રાજ અંગદ બાવા અને રોહિત ધાંડાએ 4-4 વિકેટ ઝડપી.

જવાબમાં ચંડીગઢની બેટિંગ ખરાબ રીતે લથડી ગઈ. તુષાર દેશપાંડેએ અર્જુન આઝાદ, શિવમ ભાંબરી અને દીપેન્દ્ર કુશને સતત બોલ પર આઉટ કર્યા. મુંબઈના મોહિત અવસ્થીએ પણ 9 રન આપીને 3 વિકેટ ઝડપી.

ચંદીગઢની ટીમ 78 રન પર ઓલઆઉટ થઈ ગઈ. મુંબઈએ ફોલોઑન આપ્યો અને બીજી ઇનિંગ્સમાં પણ ચંદીગઢની એક વિકેટ પડી ગઈ. દેશપાંડેએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની છઠ્ઠી પાંચ વિકેટની સિદ્ધિ મેળવી, જેમાં આ હેટ્રિક પણ સામેલ રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *