ટ્રમ્પે કહ્યું- રશિયા પાસેથી ડીઝલ ખરીદવામાં અમેરિકાનો ફાયદો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ડીઝલ ખરીદવાના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આ સોદો અમેરિકાના હિતમાં છે. ટ્રમ્પે દાવો કર્યો કે યુરોપિયન સંઘ (EU)એ પણ રશિયા પાસેથી ઊર્જા ખરીદવા માટે 250 અબજ ડૉલર ખર્ચ્યા છે, પરંતુ અમેરિકન મીડિયા આ મુદ્દાની અવગણના કરી રહ્યું છે.

ટ્રમ્પે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે EUએ ઊર્જા માટે રશિયાને 250 અબજ ડૉલર આપ્યા, પરંતુ ફેક ન્યૂઝ મીડિયા આ સમાચાર પર વાત કરવા માંગતું નથી. તેમણે કહ્યું કે તેમણે હંમેશાં અમેરિકન લોકોના હિતમાં નિર્ણયો લીધા છે અને તેમની નીતિ ‘અમેરિકા ફર્સ્ટ’ છે.

ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે રશિયા તાત્કાલિક 3 લાખ ટનથી વધુ ડીઝલ અમેરિકા મોકલશે. ત્યારબાદ નવેમ્બરમાં 5 લાખ ટન અને પછી 10 લાખ ટન ડીઝલ મોકલવાની વાત કહેવામાં આવી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, રશિયાની રિફાઇનરીઓની સ્થિતિને આધારે થોડા સમય બાદ વધુ 30 લાખ ટન ડીઝલ મોકલવામાં આવી શકે છે.

ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો આ કરાર માટે આભાર માન્યો હતો. તેમણે તેને મોટો સોદો ગણાવતા કહ્યું હતું કે અમેરિકાને મોટી માત્રામાં ડીઝલ મળશે.

પુતિને એમ પણ કહ્યું કે રશિયા અમેરિકા અને દુનિયાના અન્ય બજારોને તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પૂરા પાડવા માટે તૈયાર છે. તેમના જણાવ્યા મુજબ, તેનાથી વૈશ્વિક અર્થતંત્રને ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *