અમેરિકાએ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધો લગાવ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) પર કડક પ્રતિબંધો લગાવ્યા છે.

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે કોર્ટ અમેરિકાની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું બંધ કરે, નહીં તો અમેરિકા તેને ખતમ કરવાનો પ્રયાસ કરશે.

અમેરિકા કોર્ટથી એટલા માટે પણ નારાજ છે, કારણ કે તેણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત અનેક ઇઝરાયેલી અધિકારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યા છે.

અમેરિકી સરકારનો આરોપ છે કે કોર્ટ અમેરિકી અને ઇઝરાયલી નાગરિકોને ખોટી રીતે નિશાન બનાવી રહી છે.

ICCની ડેપ્યુટી પ્રોસિક્યુટર નજહત શમીમ ખાને અમેરિકન પ્રતિબંધોની નિંદા કરી. તેમણે કહ્યું કે આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અને એક સ્વતંત્ર અદાલતના કામકાજને નબળું પાડવાનો પ્રયાસ છે.

ખાને સ્પષ્ટ કર્યું કે પ્રતિબંધો છતાં કોર્ટ પોતાની તપાસ અને કાનૂની કાર્યવાહી ચાલુ રાખશે.

નોબેલ પુરસ્કારની જાહેરાતના થોડા કલાકો બાદ પ્રતિબંધ

રોયટર્સ મુજબ, અમેરિકાએ આ પ્રતિબંધો એવા સમયે લગાવ્યા, જ્યારે થોડા કલાકો પહેલાં જ દક્ષિણ આફ્રિકાની ભૂતપૂર્વ ન્યાયાધીશ નવી પિલ્લૈને નોબેલ શાંતિ પુરસ્કાર મળવાની જાહેરાત થઈ હતી. ભારતીય મૂળનાં પિલ્લૈ 2003થી 2008 સુધી ICCની અપીલ ચેમ્બરમાં ન્યાયાધીશ રહ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું.

તેમણે ઈરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની કાર્યવાહી સાથે જોડાયેલા સંભવિત કેસોની તપાસમાં પણ ભૂમિકા ભજવી હતી. જોકે, અમેરિકાએ પ્રતિબંધો લગાવવાની યોજના નોબેલ પુરસ્કારની જાહેરાતથી ઘણાં પહેલાં બનાવી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *