રાજકોટ રેન્જ ટીમે ગોંડલ તાલુકાના બાંદરા ગામની સીમમાં ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડ્યો છે. PSI પી.એન. મોરી અને સ્ટાફે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી. પોલીસે રૂ. 7,52,300/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડ્યા છે, જ્યારે એક ફરાર છે.
ટીમે બાતમીના આધારે બાંદરા ગામની સીમમાં કિશોર ડાભીના ખેતરમાં દરોડો પાડ્યો. ત્યાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી.
પોલીસે 940 લીટર દેશી દારૂ, 1700 લીટર આથો, ત્રણ મોબાઈલ ફોન, એક બોલેરો પીકઅપ વાહન અને દારૂ બનાવવાનો અન્ય સામાન જપ્ત કર્યો. કુલ રૂ. 7,52,300/-નો મુદ્દામાલ પકડાયો.
કિશોર બટુકભાઈ ડાભી (મોવીયા), કિશન હરેશભાઈ પરમાર (ગોંડલ) અને વિપુલ નાથાભાઈ દેવગણીયા (ગોંડલ)ની ધરપકડ થઈ છે. અનિલ ઉર્ફે બાવો મનજીભાઈ પરમાર (ગોંડલ) ફરાર છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ છે.