ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં બુધવારની વહેલી સવારમાં મધ્ય ગુજરાત વીજ કંપની તથા પોલીસ તંત્રની સંયુક્ત 55 જેટલી ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં જીયુએનએલ તથા એમજીવીસીએલ ધરેલા મેગા સર્ચ અભિયાનમાં પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં 1997 જેટલા કનેક્શનનો ચેક કરવામાં આવ્યા હતા.
જેમાંથી 91 જેટલા વીજ ગ્રાહકો પાસેથી અંદાજિત 1 કરોડ ની વીજ ચોરી ઝડપાઈ હતી. જેના કારણે વીજ ચોરી કરનારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વીજ ટીમ સાથે વીજ ગ્રાહકોએ રકજક થઇ હતી. પરંતુ સ્થાનિક પોલીસે વીજ ગ્રાહકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
ગોધરાના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં આવેલ સિંગલ ફળિયા, સાતપુલ, ચુચલા પ્લોટ, પોલન બજાર ,મન્સુરી સોસાયટી, જહુરપુરા, શેખ મઝાવર રોડ છકડાવાડ વાલી ફળિયા સહિતના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી છે. જેમાં જીયુએનએલ અને એમજીવીસીએલ વિભાગની 55 જેટલી ટીમો સાથે પોલીસ સ્ટાફની ટીમ દ્વારા મેગા સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં એમજીવીસીએલ દ્વારા 1997 જેટલા કનેક્શનનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 91 જેટલા વિજ કનેક્શનમાંથી વીજ ચોરી મળી આવી હતી. એમજીવીસીએલ વિભાગ દ્વારા 91 વીજ ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ એમજીવીસીએલ વિભાગે અંદાજિત એક કરોડ વીજ ચોરી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજ ચોરી કરનારા તમામ ગ્રાહકો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસ ઝુંબેશ ચાલુ રહેશે. ડેપ્યૂટી ઈજનેર ચાવડા દ્વારા જણાવવામાં આવેલ હતું.