ભારતને પોલ વોલ્ટમાં પહેલીવાર એશિયન ગેમ્સ મેડલ મળ્યો

ભારતે એશિયન ગેમ્સના પોલ વોલ્ટમાં પહેલીવાર મેડલ જીત્યો. બરાનિકા એલાંગોવને મહિલાઓની પોલ વોલ્ટમાં 4.15 મીટરની ઊંચાઈ પાર કરીને બ્રોન્ઝ જીત્યો. પોલ વોલ્ટમાં ખેલાડી લાંબી લાકડીની મદદથી પોતાને હવામાં ઊંચકીને એક પટ્ટીને પાર કરે છે.

શુક્રવારે એથ્લેટિક્સમાં ગુલવીર સિંહે 10 હજાર મીટર રેસમાં સિલ્વર જીત્યો. તેણે 28 મિનિટ 29.38 સેકન્ડમાં રેસ પૂરી કરી. 2023માં આ જ ઇવેન્ટમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

છઠ્ઠા દિવસે ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 6 મેડલ જીત્યા. આ સાથે ભારતના ખાતામાં 23 મેડલ થઈ ગયા છે. ચીન 157 મેડલ સાથે ટોપ પર છે.

સુરુચિ ઇન્દર સિંહ અને કમલજીતે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં ગોલ્ડ જીત્યો. ભારતીય જોડીએ ફાઇનલમાં 484.6 પોઇન્ટ મેળવ્યા. સાઉથ કોરિયા 478.0 પોઇન્ટ સાથે બીજા અને ઇરાન 415.8 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યું. ભારતે કોરિયા પર 6.6 પોઇન્ટની સરસાઈ બનાવી.

50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને નીરજ કુમારની ટીમે સિલ્વર જીત્યો. ભારતે 1762 પોઇન્ટ બનાવ્યા. ચીન 1766 પોઇન્ટ સાથે ગોલ્ડ અને સાઉથ કોરિયા 1751 પોઇન્ટ સાથે બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *