શેરબજારમાં કડાકો, રોકાણકારોના એક જ દિવસમાં 4 લાખ કરોડ સ્વાહા

24 સપ્ટેમ્બરે ઘટાડો રહ્યો. સેન્સેક્સ 1248 પોઈન્ટ અથવા 1.67% ઘટીને 73,581 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 384 પોઈન્ટ અથવા 1.64%નો ઘટાડો નોંધાયો. તે 23,063 પર આવી ગયો. બેન્કિંગ, મેટલ અને ઓટો શેરોમાં સૌથી વધુ વેચવાલી રહી.

બ્રેન્ટ ક્રૂડ લગભગ 102 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચિંતાને કારણે તેલનો પુરવઠો પ્રભાવિત થવાની આશંકા છે. મોંઘું ઓઈલ ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેનાથી ઓઈલની આયાતનો ખર્ચ, મોંઘવારી અને રૂપિયા પરનું દબાણ વધી શકે છે.

અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં વધારો રોકાણકારો માટે ચિંતાનું મોટું કારણ બન્યો છે. 10 વર્ષના અમેરિકન ટ્રેઝરી યીલ્ડ વધીને 5.11% પર પહોંચી ગઈ છે, જે 2007 પછીનું સર્વોચ્ચ સ્તર છે.

બોન્ડ યીલ્ડ એટલે કોઈ સરકારી બોન્ડ પર મળતું વાર્ષિક વળતર, જેને કોઈ એક સંસ્થા કે સરકાર સીધી રીતે નક્કી કરતી નથી, પરંતુ તે બજારમાં ખરીદ-વેચાણ અને માગ-પુરવઠાના આધારે નક્કી થાય છે. જ્યારે રોકાણકારો બોન્ડ વેચે છે ત્યારે બોન્ડની કિંમત ઘટે છે અને યીલ્ડ (રિટર્ન) વધી જાય છે.

અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિઓ, મોંઘવારીના આંકડા અને અર્થવ્યવસ્થાની મજબૂતી તેની પર સૌથી વધુ અસર કરે છે. આ યીલ્ડ વધવાથી ડૉલરમાં રોકાણ વધુ આકર્ષક બની જાય છે, જેના કારણે વિદેશી રોકાણકારો ભારત જેવા ઊભરતા બજારોમાંથી નાણાં ઉપાડીને અમેરિકામાં રોકાણ કરવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *