એશિયન ગેમ્સ- ભારતને 4×400 મીટર મિક્સ્ડ રિલેમાં સિલ્વર

નિશાનેબાજ અનંતજીત સિંહ નારૂકા અને પરિનાઝ ધાલીવાલની જોડીએ એશિયન ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ અપાવ્યો. આ જોડી શોટગન શૂટિંગની સ્કીટ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં 48માંથી 44 નિશાન લગાવીને ત્રીજા સ્થાને રહી. ગેમ્સના ઇતિહાસમાં આ ઇવેન્ટમાં ભારતને પ્રથમ વખત મેડલ મળ્યો છે.

આ વર્તમાન એશિયન ગેમ્સમાં શૂટિંગનો 8મો મેડલ છે. તેમાં 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ સામેલ છે. આ મેડલ સાથે મેડલ ટેલીમાં ભારતના એક ગોલ્ડ, 6 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે કુલ 15 મેડલ થઈ ગયા છે. બીજી તરફ, ચીનના મેડલોની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે.

એશિયન ગેમ્સના પાંચમા દિવસે રોશિબિના દેવીએ સિલ્વર મેડલ જીત્યો. આ દરમિયાન, સતનામ સિંહ અને સલમાન ખાનની જોડીએ રોઈંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

રોશિબીના દેવીએ એશિયન ગેમ્સના 5મા દિવસે ગુરુવારે સિલ્વર મેડલ જીત્યો. તે મહિલાઓની 60 કિગ્રા સાંડા ઇવેન્ટની ફાઇનલમાં ચીનની ઝાંગ શિયાઓયુ સામે 0-2થી હારી ગઈ.

આ રોશિબીનાનો એશિયન ગેમ્સમાં સતત ત્રીજો મેડલ છે. તેઓ એશિયાડમાં સતત ત્રણ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા વુશુ ખેલાડી બની ગઈ છે. તેમણે 2018માં જકાર્તામાં બ્રોન્ઝ અને 2023માં હાંગઝોઉમાં સિલ્વર જીત્યો હતો.

બીજી તરફ, રોઇંગમાં સતનામ સિંહ અને સલમાન ખાનની જોડીએ મેન્સ ડબલ્સ સ્કલ ઇવેન્ટમાં 6:13.25 મિનિટના સમય સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. ભારત અત્યાર સુધીમાં 13 મેડલ જીતી ચૂક્યું છે. તેણે 1 ગોલ્ડ, 5 સિલ્વર અને 7 બ્રોન્ઝ જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં 14મા સ્થાને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *