રાજકોટ મનપાની બીજું આવાસ જપ્તની નોટિસ, અધિકારીને પૂછીને આવાસ લીધાનો દાવો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આવાસ યોજનામાં ગેરરીતિનાં કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. અગાઉ સામે આવેલા 11 કિસ્સાઓમાં મનપાએ ડબલ આવાસ ધારકોને બીજું આવાસ જપ્ત કરવાની નોટિસ આપી હતી. જેમાં આવાસધારકે કેયુર ગાંધી નામના અધિકારીને પૂછપરછ કર્યા બાદ જ બીજું આવાસ રાખ્યું હોવાનો દાવો કર્યો છે.

અલ્ટો કાર વેચી તેમજ ભાઈની કંપનીમાંથી લોન લઈને બીજા આવાસના નાણાં ચુકવનાર કમલજીતસિંહ ઝાલાએ તેમણે ભરેલી રકમ પરત આપી બીજું આવાસ પરત લેવા માંગ કરી છે. જોકે બીજી તરફ, સંબંધિત અધિકારીએ અરજદારના આ તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. હાલ કમલજીતસિંહની અરજીને લઈને આવાસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

આવાસ રદ્દ કરવા અંગેની નોટિસનો અરજદારે જવાબ આપ્યો તાજેતરમાં મનપાએ બે-બે આવાસ લેનારા 11 લોકોને ઝડપી પાડી તમામને બીજું આવાસ જપ્ત કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ પૈકી કમલજીતસિંહ ભૂપતસિંહ ઝાલા નામના અરજદારે મનપા કમિશનરને લેખિત રજૂઆત કરીને આવાસ રદ્દ કરવા અંગેની નોટિસનો જવાબ આપ્યો છે તેમજ અધિકારીઓની ભૂલના કારણે ઊભી થયેલી વિવાદિત પરિસ્થિતિ અંગે પોતાનો રોષ ઠાલવ્યો છે.

અરજદાર કમલજીતસિંહના જણાવ્યા અનુસાર, તેમને 2021માં કણકોટ રોડ પર આવેલા કૃષ્ણા ટાઉનશીપમાં આવાસ યોજના હેઠળ એક ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. જ્યાં તેઓ હાલમાં પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારબાદ, રૈયારોડ પર લાઈટ હાઉસ યોજના અંતર્ગત જીજાબાઈ ટાઉનશીપમાં વેઇટિંગ લિસ્ટમાંથી તેમને બીજો ફ્લેટ (F-107) પણ ફાળવવામાં આવ્યો હતો. જ્યારે બીજો ફ્લેટ ફાળવાયો અને મેસેજ મળ્યો ત્યારે પોતે મનપા કચેરી ખાતે અધિકારી કેયુર ગાંધીને રૂબરૂ મળવા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *