રામનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ઘરે આવી યુવાને ગળેફાંસો ખાઈ અને પ્રૌઢે બીમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર અને જયપ્રકાશનગર વિસ્તારમાં આપઘાતના બે અલગ-અલગ બનાવોમાં એક યુવાન અને એક પ્રૌઢનું મોત નીપજ્યું છે. જેમાં યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જ્યારે પ્રૌઢે માનસિક બીમારીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહ હાથ ધરી છે.

યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતો 29 વર્ષીય અજય મગનભાઈ પાતાણી સવારે રામનાથ મહાદેવના દર્શન કરીને ઘરે પાછો ફર્યો હતો ત્યારબાદ તેણે કોઈ કારણોસર ઘરના ઉપરના રૂમમાં છતના હૂક સાથે ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અજય ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હોવાનું તેમજ તેને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ પોલીસ મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી યુવકે ક્યાં કારણોસર આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

પ્રૌઢે બીમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું જયારે બીજા બનાવમાં ભગવતીપરા મેઇન રોડ પર આવેલા જયપ્રકાશનગરમાં રહેતા 45 વર્ષીય ઘનજીભાઈ વાઘેલા લાંબા સમયથી માનસિક બીમારીથી કંટાળી એક મહિના પહેલાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *