વડોદરામાં PM મોદીનું રેમ્પ વોક, Gen-Z સાથે હાથ મિલાવ્યા

આજે ગુજરાતની લેબોરેટરીમાં મોદીની રેમ્પની રાજનીતિનો પ્રયોગ. PM મોદી વડોદરા પહોંચ્યા, MS યુનિવર્સિટી ગ્રાઉન્ડના કાર્યક્રમ દરમિયાન રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમ અંતર્ગત યુવાઓ સહિત 6000 લોકોને સંબોધશે. આ કાર્યક્રમ માટે ગ્રાઉન્ડમાં ખાસ Y આકારનું સ્ટેજ તૈયાર કરાયું છે. જેના પર ચાલતા ચાલતા પીએમ મોદી જેન-ઝી અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરી અભિવાદન ઝીલશે. DyCM હર્ષ સંઘવી મોદીના આગમન પહેલાં યુવાઓ સાથે ગરબે ઘૂમ્યા હતાં.

વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ નવસારી પહોંચશે. અહીં નવસારી જિલ્લા ભાજપ કાર્યાલયના નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરી પ્રબુધ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે.

વડોદરાની MS યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમની તૈયારી ખાસ GEN-Zને ધ્યાનમાં રાખીને કરવામાં આવી. કાર્યક્રમમાં 6,000 લોકો હાજરી આપશે, જેનું બુકીંગ ફૂલ થઈ ગયું છે. વડાપ્રધાનના સ્ટેજ સાથે ખાસ ‘Y’ આકારનો રેમ્પ બનાવાયો છે, જ્યાં આસપાસ યુવાનોને બેસાડાશે. રોકસ્ટારની સ્ટાઇલમાં મોદી રેમ્પ પર ચાલતા-ચાલતા જેન-ઝી વિદ્યાર્થી અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરી અભિવાદન ઝીલશે.

એજ્યુકેશન સિસ્ટમ સામે અવાજ ઉઠાવવા માટે રાહુલ ગાંધી હાલ ‘છાત્રો કી ગૂંજ’ નામનો કાર્યક્રમ કરી રહ્યા છે. કોટાથી લઈ પૂણે સુધી તેઓએ યુવાઓ સાથે એક રોકસ્ટારના અંદાજમાં સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી, જેમાં સ્ટેજથી લઈ તેના ટી-શર્ટ ચર્ચામાં રહ્યા છે. હવે વડોદરામાં પણ પીએમ મોદી જેન-ઝીને આકર્ષવા માટે કોન્સર્ટ સ્ટાઇલમાં સંવાદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *