રાજકોટ RPFની લોખંડી સુરક્ષા, 18 ચેઇન પુલર્સ દબોચાયા

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ઓગસ્ટ 2026 માસ દરમિયાન મુસાફરોની સુરક્ષા, જનસેવા તેમજ રેલ વ્યવહારની સલામતી માટે સરાહનીય કામગીરી કરવામાં આવી અને મુસાફરોને લોખંડી સુરક્ષા આપવામાં આવી રહ્યો છે. જેમાં “સેવા હી સંકલ્પ” ના મંત્ર સાથે 1થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન વિવિધ વિશેષ ઝુંબેશો ચલાવીને આરપીએફે તેની ઉત્કૃષ્ટ કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપતા મુસાફરોનો રૂ. 2.59 લાખનો ખોવાયેલો અને ચોરાયેલો સામાન પરત કર્યો હતો. અને વિખુટા પડેલા 6 લોકોનું પરિવાર સાથે મિલન કરાવવાની સાથે 18 ચેઇન પુલર્સને પણ દબોચ્યા હતા. જેનાથી મુસાફરોમાં સુરક્ષા-વિશ્વાસનો માહોલ વધુ મજબૂત બન્યો છે.

મુસાફરી દરમિયાન ટ્રેનો કે સ્ટેશનો પર છૂટી ગયેલા કિંમતી સામાનને મુસાફરો સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે ચલાવવામાં આવતા “ઓપરેશન અમાનત” અંતર્ગત આરપીએફે ઓગસ્ટ માસમાં કુલ 28 મુસાફરોનો રૂ. 2,59,215ની કિંમતનો સામાન શોધીને સંબંધિત માલિકોને પરત સોંપ્યો હતો. આ ઉપરાંત, માનવીય અભિગમ દાખવીને વિખૂટા પડેલા લોકોને મદદ કરવા માટે ચલાવાતા “ઓપરેશન નન્હે ફ્રિશ્તે” હેઠળ 1 બાળકને સુરક્ષિત રીતે તેના પરિજનો સાથે મેળવવામાં આવ્યું હતું. સાથોસાથ “ઓપરેશન ડિગ્નિટિ” અંતર્ગત વિવિધ કારણોસર પોતાના પરિવારથી અલગ થઈ ગયેલી 5 વ્યક્તિઓની ભાળ મેળવીને તેઓને પણ તેમના સ્વજનો સાથે પુનઃમેળવી આપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *