રાજકોટ શહેર SOG દ્વારા ડુપ્લીકેટ તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસે ગોડાઉનમાંથી ગોલ્ડ, બ્લેક, સિલ્વર તમાકુના પેકેટ, લાઈટ લીક્વીડ, પેરાફીન ઓઈલ, સુગંધિત દ્રવ્ય, બે ગ્રાઇન્ડર મશીન, કથ્થઈ કલરનો પાઉડર સહિત 1.72 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં આરોપીઓ જેતપુરથી કાચું તમાકુ લાવી પરફ્યુમ અને કેમિકલ ભેળવી ઓરિજનલ તમાકુ તરીકે બજારમાં વેંચાણ કરતાં હતા.
લાઈસન્સ કે આધાર પુરાવા વગર ડુપ્લીકેટ તમાકુ બનાવતા રાજકોટ શહેર SOG પીઆઇ એન.બી.ચૌધરી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, હિરેન કાંતીલાલ સોનેજી તથા તેનો ભાઈ રાજુ કાંતીલાલ સોનેજી કુવાડવા રોડ લાતી પ્લોટ શેરી નંબર 11માં ચૌહાણ વાડી હિરેન પરફ્યુમરી વર્કસ નામના ગોડાઉનમાં ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરે છે તેમજ ગેરકાયદેસર સંગ્રહ કરી રાજકોટમાં છુટકમાં અલગ અલગ વેપારીઓને વેંચાણ કરે છે.
SOG ટીમે દરોડો પાડી બંને ભાઈઓ પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતના આધાર પુરાવા કે ફુડ અંગેના લાયસન્સ મેળવ્યા વગર પોતાના અંગત ફાયદા માટે ડુપ્લીકેટ તમાકુનું ઉત્પાદન કરી વેંચાણ કરતા ધરપકડ કરી છે.