રાજકોટ શહેરના વોર્ડ નં. 1નાં શ્યામનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા રાજકોટ શહેરના શ્યામનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નિયત ગુણવત્તાસભર સેવાઓ માટે 94.85 ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ સિદ્ધિ રાજકોટ શહેરની આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને કાર્યક્ષમતાના ઉચ્ચ સ્તરને દર્શાવે છે. રાષ્ટ્રીય કક્ષાના સમીક્ષકો ડો. સુશીલ દેશમુખ તેમજ ખુશ્બુબેન પંડ્યા દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ચકાસણીમાં કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હર્ષિદા નમેરા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી અને સેવાઓની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ખેલાડીઓ શિષ્યવૃતિ માટે તા.30 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા દર વર્ષે S.G.FI.(શાળાકીય) અને એસોસિએશનની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં જે ખેલાડી મેડલ મેળવે તેને શિષ્યવૃતિ અને જે ખેલાડી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લે તે ખેલાડીઓને વૃતિકા આપવામાં આવે છે. 2025- 26ના વર્ષના મેડલ વિજેતા ખેલાડીઓને ફરજિયાતપણે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઇટ www.sportsauthority.gujarat.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.30 ડિસેમ્બર સુધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા ખેલાડીઓને શિષ્યવૃતિ 2500 તેમજ રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા સ્વરૂપે રૂ.2000 પુરસ્કાર આપવામાં આવે છે.
રાજકોટમાં ખાંડના 21 વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગનું ચેકીંગ કેન્દ્ર સરકાર દ્વારા ખાંડના ભાવમાં વધારા વચ્ચે સ્ટોક નિયંત્રણ જાહેર કર્યું છે. જે મૂજબ કોઈપણ વેપારી 400 ટનથી વધુ ખાંડનો સ્ટોક રાખી નહીં શકે અને આ ખાંડનો સ્ટોક એક મહિનાથી વધુ ચાલે તેટલો ન હોવો જોઈએ. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા પણ આ નિયમ બહાર પાડવામાં આવ્યું છે જેની અમલવારી સ્વરૂપે રાજકોટ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારના અલગ અલગ તાલુકાઓમાં ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ, ધોરાજી, જસદણ સહિતમાં 21 વેપારીઓને ત્યાં 15 ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન એક પણ જગ્યાએ ક્ષતિ મળી આવી ન હતી.