દુલીપ ટ્રોફી- વેસ્ટ ઝોનને હરાવીને નોર્થ ઝોન સેમિફાઇનલમાં

નોર્થ ઝોને વેસ્ટ ઝોનને 52 રનથી હરાવીને ુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું. બેંગલુરુમાં 287 રનને ચેઝ કરી રહેલી વેસ્ટ ઝોનની ટીમ ચોથા દિવસે 234 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

આબિદ મુશ્તાકે મેચમાં 9 વિકેટ લીધી. વેસ્ટ ઝોનના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું રનઆઉટ મેચનો ટર્નિંગ પોઈન્ટ રહ્યું. નોર્થ ઝોન હવે 30 ઓગસ્ટથી સાઉથ ઝોન સામે સેમિફાઇનલ રમશે.

છેલ્લા દિવસે 6.3 ઓવરમાં સમેટાઈ વેસ્ટ ઝોન

વેસ્ટ ઝોને ચોથા દિવસે 7 વિકેટે 220 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ટીમને જીતવા માટે 67 રન જોઈતા હતા, પરંતુ આબિદ મુશ્તાક અને નિશાંત સિંધુએ 6.3 ઓવરમાં બાકીની ત્રણ વિકેટ ઝડપી લીધી.

મુશ્તાકે બીજી ઇનિંગ્સમાં 22 ઓવરમાં 60 રન આપીને 4 વિકેટ લીધી. મેચમાં તેના 9/99ના પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો.

ગાયકવાડ અને મુશીર વચ્ચે સદીની ભાગીદારી

વેસ્ટ ઝોન એક સમયે 3 વિકેટે 195 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતો. ગાયકવાડ અને મુશીર ખાન વચ્ચે 111 રનની ભાગીદારી થઈ ચૂકી હતી અને ટીમને જીત માટે 92 રન જોઈતા હતા. ગાયકવાડ 66 રન બનાવીને રનઆઉટ થયો. આ પછી વેસ્ટ ઝોને 25 રનની અંદર ગાયકવાડ અને મુશીર સહિત 4 વિકેટ ગુમાવી દીધી. મુશીર 96 રન બનાવીને સદીથી ચૂકી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *