ભારતીય બોલર્સ સામે શ્રીલંકા મુશ્કેલ પરિસ્થિતિમાં

કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં ભારત-શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. શ્રીલંકાની ટીમ 8/2ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કરશે.

મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળ્યો હતો. ભારતે પોતાની પહેલી ઇનિંગ 503/9ના સ્કોર પર ડિક્લેર કરી હતી. ધ્રુવ જુરેલે નોટઆઉટ 115 રન બનાવ્યા હતા. જ્યારે રિષભ પંતે 63 અને શુભમન ગિલે 50 રન બનાવ્યા હતા. મેચના પહેલા દિવસે દેવદત્ત પડિકલે 117 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા માટે અસિથા ફર્નાન્ડોએ 4 વિકેટ લીધી હતી.

વરસાદની આવન-જાવન વચ્ચે ગઈકાલની મેચ રમાઈ. આ પછી મેચનો સમય અડધી કલાક વધાર્યો હતો. પણ અંધારુ થઈ જતાં મેચને અંદાજે 10 મિનિટ વહેલી પૂરી કરીને સ્ટમ્પ્સ જાહેર કરી દેવાયા.

136મી ઓવરના ચોથા બોલ પર ધ્રુવ જુરેલ સેન્ચુરી પૂરી કરવાના પ્રયાસમાં રનઆઉટ થતાં બચી ગયો. તેણે અસિથા ફર્નાન્ડોના ફુલ બોલ પર ધ્રુવ જુરેલે મિડ-ઓફ તરફ રમીને એક રન લીધો.

રન લેવા દરમિયાન જુરેલ રન આઉટ થતાં માંડ-માંડ બચ્યો. ફિલ્ડરનો ડાયરેક્ટ હિટ નિશાના પર ન લાગ્યો અને જુરેલે રાહતનો શ્વાસ લીધો.

સેન્ચુરી પૂરી થતાં જ મોહમ્મદ સિરાજ પહેલાથી જ ઉજવણી કરવા લાગ્યો હતો, તે દોડીને આવ્યો અને જુરેલને ભેટી પડ્યો. જુરેલે પોતાની ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *