જાપાનમાં 6.0 તીવ્રતાનો બીજો ભૂકંપ

જાપાનના ઉત્તરી હોકાઇડો પ્રાંતમાં રવિવારે રાત્રે 6.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (JMA) અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 10:45 વાગ્યે આવ્યો અને તેનું કેન્દ્ર હોકાઇડો નજીક સમુદ્રમાં 40 કિમીની ઊંડાઈએ હતું.

JMA એ સુનામીની ચેતવણી જાહેર કરી ન હતી. આ પહેલા શનિવારે મોડી રાત્રે સ્થાનિક સમય મુજબ 2 વાગ્યે જાપાનના પૂર્વીય ભાગમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ક્યોડો ન્યૂઝ અનુસાર, ટોક્યો અને આસપાસના વિસ્તારોમાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે.

જાપાન ટાઈમ્સ અનુસાર, સરકારે લોકોને આગામી એક અઠવાડિયા સુધી આવા જ તીવ્ર ભૂકંપ માટે સાવચેત રહેવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *