ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને ગણાવ્યો અમેરિકાનો નવો વિસ્તાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકાનો ભાગ ગણાવતા સોશિયલ મીડિયા પર મેપ પોસ્ટ કર્યો છે. ટ્રમ્પની પોસ્ટ બાદ ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકાનો ભાગ ગણાવવો માત્ર એક ગેરસમજ છે.

તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ટ્રમ્પને જલ્દી જ સમજાઈ જશે કે આ સમુદ્રી માર્ગ પર અમેરિકાનો કોઈ અધિકાર નથી.

ટ્રમ્પે નકશામાં શું દર્શાવ્યું?

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક ગ્રાફિક પોસ્ટ કર્યું, જેના પર ‘નવું અમેરિકી ક્ષેત્ર’ લખેલું હતું. આ નકશામાં હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસનો દરિયાઈ વિસ્તાર દર્શાવવામાં આવ્યો હતો. તેમાં ઈરાન, ઓમાન અને UAEના ભાગો પણ દેખાઈ રહ્યા હતા.

હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો એક આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે. આ માર્ગ પરથી દુનિયાના અનેક દેશોના ઓઈલ અને ગેસ ભરેલા જહાજો પસાર થાય છે. તેથી, તેના પર ફક્ત કોઈ એક દેશનો અધિકાર નથી હોતો.

આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ, તમામ દેશોના જહાજોને આ માર્ગ પરથી અવરજવર કરવાનો અધિકાર છે. આ જ કારણોસર, કોઈ પણ દેશ ફક્ત પોતાના દમ પર આ દરિયાઈ માર્ગ પર કબજાનો દાવો કરી શકતો નથી.

તેથી ટ્રમ્પનો નકશો રાજકીય દાવો અથવા સંદેશ માની શકાય છે, પરંતુ તેનાથી અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટ પર આપમેળે કોઈ નવો કાનૂની અધિકાર મળી જતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *