વીંછિયા હવે સાફસુથરું રહેશે, વેસ્ટ કલેક્શન માટે 6 ટ્રોલીની ફાળવણી

રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ વીંછિયા ગ્રામ પંચાયત ખાતે વીંછિયા ગામ તેમજ તાલુકાના વિવિધ વિકાસલક્ષી કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

બેઠક દરમિયાન વીંછિયા ખાતે 1000 લોકોની ક્ષમતા ધરાવતો આધુનિક કોમ્યુનિટી હોલ બનાવવા માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવા, ગામમાં જાહેર શૌચાલય બનાવવા તેમજ યુવાનો માટે રમતગમતનું મેદાન ઊભું કરવા જેવા મહત્વના કામો અંગે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પંચાયતમાં વાઇફાઇ સાથે સુવિધા કેન્દ્ર શરૂ કરાશે‎ જાહેર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સ્થાનિક યુવાનો સરળતાથી ઓનલાઈન ફોર્મ ભરી શકે તે માટે પંચાયત ખાતે પ્રાથમિક સુવિધા કેન્દ્ર શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ માટે પંચાયત ભવનમાં યોગ્ય જગ્યાની આયોજનબદ્ધ પસંદગી કરવા અને વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મંત્રીએ સરપંચને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ગામમાં સ્વચ્છતા જાળવવાના ઉદ્દેશ્યથી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપતા મંત્રી કુંવરજી બાવળીયાએ વિંછીયા ગ્રામ પંચાયતની 6 નવી વેસ્ટ કલેક્શન ટ્રોલીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેનાથી ગ્રામજનોની સુવિધામાં વધારો થશે. વિવિધ ગામોના વિકાસ કામોની આંકડાકીય સમીક્ષા‎ મંત્રીએ વીંછિયા ઉપરાંત ભડલી, મોઢુકા અને અમરાપુર સહિતના આસપાસના ગામોમાં ચાલી રહેલા વિકાસ કામોની પણ સમીક્ષા કરી હતી. જે અંતર્ગત સક્ષમ ગામ સમૃદ્ધ ગામ, સ્માર્ટ વિલેજ અને મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓ હેઠળ થઈ રહેલા કામોની પ્રગતિની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. આ સમીક્ષા બેઠકમાં સરપંચ ચતુરભાઈ રાજપરા, અગ્રણી રમેશભાઈ રાજપરા, ભુપતભાઈ રોજાસરા સહિતના સ્થાનિક અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *