ન્યૂ મેક્સિકોની એક અદાલતે મેટા પર 567 મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં 5000 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. આ આદેશ મેટાના પ્લેટફોર્મ્સના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર થયેલી ખરાબ અસર વિરુદ્ધ જારી કરવામાં આવ્યો છે.
અદાલતે આ નિર્ણય કંપનીની જવાબદારી નક્કી કરતા સંભળાવ્યો છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ રાજ્યે એક મોટી ટેક કંપની વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરી છે.
ગુરુવારે મોડી રાત્રે આવેલા નિર્ણયમાં જજ બ્રાયન બીડશેડે કહ્યું કે દંડની રકમનો મોટો હિસ્સો 420 મિલિયન ડોલર યુવાનોની સારવારમાં ઉપયોગ થશે. બાકીની રકમ આગામી 5 વર્ષ સુધી જાગૃતિ, નિવારણ, સ્ક્રીનિંગ સેવાઓ પર ખર્ચ કરવામાં આવશે.
મેટાના પ્લેટફોર્મ્સ ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર બાળકોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને લઈને લાંબા સમયથી સવાલો ઉઠી રહ્યા હતા. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે કંપનીના પ્લેટફોર્મ્સની બાળકો પર નકારાત્મક અસર પડી છે.