રાજ્યમાં સરેરાશ 70 ટકા વરસાદ બાદ પણ 12 જિલ્લામાં ઘટ

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થયાને 40 દિવસ વિતી ચૂક્યા છે તેમ છતાં 12 જિલ્લા એવા છે કે, જ્યાં આજની તારીખે વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 96 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે કચ્છ ઝોનમાં સૌથી ઓછો 29 ટકા જ વરસાદ વરસ્યો છે.

12 જિલ્લાઓમાં સરેરાશ કરતા ઓછા વરસાદના કારણે પીવાના પાણી અને વાવેતર પર પણ સંકટના વાદળો ઘેરાયા છે. 207 ડેમમાંથી 72 ડેમ એવા છે કે જેમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ ગુજરાતમાં આ વર્ષે 9 દિવસ મોડું 24 જૂને ચોમાસું બેસ્યું. 5 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 25 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે અહીંના ડેમમાં પણ નોંધપાત્ર જળસંગ્રહ થયો છે. પરંતુ, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ વર્તાઈ રહી હોય ડેમમાં પણ જળસંગ્રહ ઓછો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *