રાજકોટ શહેરમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ વાયરલ થયેલા સીસીટીવી બાદ બનાવ અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા થોરાળા પોલીસે આરોપી પતિ નવીન ચાંડપાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતાનો આક્ષેપ છે કે તેમની દીકરીને ઘરે પર્સનલ ટ્યુશન કરાવવા આવતી શિક્ષિકાના પ્રેમમાં તેનો પતિ પડતા પત્નીએ વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે પતિએ તેને માર માર્યો હતો. આ માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ પરિણીતાએ જ કરતા પતિએ ધમકી આપતા પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી.
મૂળ બિહારના ભાગલપુર જિલ્લાના અને હાલ રાજકોટના કોઠારીયા રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતા ગૌરીશંકરભાઈ ભંગાર ગાળીને પાર્ટ બનાવી વેચવાનો ધંધો કરે છે. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તા.25થી 27 જુલાઈ દરમિયાન અલગ-અલગ તારીખે અજય પરમારના યુપીઆઈ આઈડી પર કુલ ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 61000 ટ્રાન્સફર થયા હતા. ઘરે પૂછપરછ કરતા 12 વર્ષના પુત્રએ જણાવ્યું હતું કે શેરીમાં રહેતા અજયે તેને ફોન પર રૂપિયા નાખવા માટે કહીને વાપરવા માટે થોડા રૂપિયા આપવાની લાલચ આપી હતી અને તેના દ્વારા જ ફોનપે એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. જેથી સમગ્ર મામલે ભોગ બનનાર પિતાએ તાત્કાલિક આજીડેમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા આરોપી અજય રાજેશભાઈ પરમાર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યોનોંધી વધુ તપાસ હાથ ધરી છે.