કોમનવેલ્થ ગેમ્સમાં નીરજે જેવલિનમાં સિલ્વર જીત્યો

ભારતના જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. તેણે 85.83 મીટરનો થ્રો કર્યો. અન્ય એક ભારતીય યશવીર સિંહે છેલ્લા પ્રયાસમાં 85.41 મીટરનો પર્સનલ બેસ્ટ થ્રો કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. શ્રીલંકાના રુમેશ પથિરાગેએ (89.75 મીટર) ગોલ્ડ જીત્યો.

ગ્લાસગોમાં ચાલી રહેલી ગેમ્સના આઠમા દિવસે ભારતે 6 મેડલ જીત્યા. જેમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સામેલ છે.

સૌથી પહેલા અસ્મિતા ડેએ ગેમ્સના ઇતિહાસમાં જુડોનો પહેલો ગોલ્ડ અપાવ્યો. આના 15 મિનિટ પછી હર્ષ સિંહે બીજો ગોલ્ડ જીત્યો. જોકે, યામિની મૌર્યાને સિલ્વર મળ્યો.

તેજસ્વિન શંકરે ડેકાથલોન ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો. તે કોમનવેલ્થ ગેમ્સની આ ઇવેન્ટમાં મેડલ જીતનારા પહેલા ભારતીય એથ્લીટ બન્યો.

નીરજ ચોપરાએ 85.83 મીટરનો બેસ્ટ થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો. જ્યારે શ્રીલંકાના રુમેશ પથિરાગેએ 89.75 મીટર સાથે ગોલ્ડ પોતાના નામે કર્યો.

મુકાબલાનો સૌથી મોટો સરપ્રાઇઝ યશવીર સિંહ રહ્યો, જેણે સાવ છેલ્લા પ્રયાસમાં 85.41 મીટરનો પર્સનલ બેસ્ટ થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો. પાકિસ્તાનનો ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ ટૉપ-8માં પણ જગ્યા બનાવી શક્યો નહીં અને ત્રણ રાઉન્ડ પછી બહાર થઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *