સ્પેનમાં ઘુસવા 60 હજાર પ્રવાસીઓ પહોંચ્યા, 34નાં મોત

સ્પેનમાં બળજબરીપૂર્વક પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે 34 આફ્રિકન પ્રવાસીઓના મોત થયા. ન્યૂઝ એજન્સી AP અનુસાર, આ ઘટના ગુરુવારે સવારે બની હતી, જ્યારે 3 હજાર પ્રવાસીઓ એકસાથે સ્પેનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સરહદ પર પોલીસની ઘેરાબંધી અને સુરક્ષા વાડ વચ્ચેના સાંકડા રસ્તાઓને કારણે લોકો એકબીજા પર પડી ગયા. ભીડમાં દબાઈ જવા, શ્વાસ રૂંધાવા અને સમુદ્રમાં ડૂબી જવાને કારણે આ દુર્ઘટના થઈ. આ દરમિયાન સ્પેન અને મોરોક્કોના 100થી વધુ સૈનિકો પણ ઘાયલ થયા.

સ્પેનિશ સરકાર તરફથી માહિતી મળી છે કે 24 કલાકમાં મોરોક્કો તરફથી લગભગ 60 હજાર લોકો તરીને અથવા ચાલીને સ્પેનિશ શહેર સ્યુટામાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ સ્યુટાની વસતીના 70% છે.

સ્યુટા ભલે ભૌગોલિક રીતે આફ્રિકામાં હોય, પરંતુ તે સ્પેન અને યુરોપિયન યુનિયન (EU) નો ભાગ છે. એટલે કે જો કોઈ પ્રવાસી સ્યુટામાં ઘૂસી જાય છે, તો તે યુરોપની સરહદ સુધી પહોંચી જાય છે. આ જ કારણ છે કે હજારો લોકો દર વર્ષે અહીંથી યુરોપમાં દાખલ થવાનો પ્રયાસ કરે છે.

સ્યુટા અને તેની નજીકનું મેલિલા એવા બે શહેરો છે, જ્યાં આફ્રિકા અને યુરોપની સીધી જમીની સરહદ મળે છે. તેથી સારી નોકરી અને સારા જીવનની શોધમાં મોરોક્કો સહિત ઘણા આફ્રિકન દેશોના લોકો સૌથી વધુ આ જ રસ્તાઓ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *