વિશ્વ કપ મેચ પછી ફોકલેન્ડ પર ફરી ટકરાયા આર્જેન્ટિના-બ્રિટન

ફિફા વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યાના થોડા કલાકો પછી, આર્જેન્ટિના અને બ્રિટન વચ્ચે ફોકલેન્ડ ટાપુને લઈને નવો વિવાદ શરૂ થયો. આર્જેન્ટિનાએ આરોપ લગાવ્યો કે બ્રિટનની રોયલ નેવીનું યુદ્ધ જહાજ HMS મેડવે તેની દરિયાઈ સીમામાં પરવાનગી વગર ઘૂસી ગયું. આર્જેન્ટિનાએ તેને સૈન્ય ઘૂસણખોરી ગણાવી. વિદેશ મંત્રી પાબ્લો ક્વિર્નોએ કહ્યું કે આ મામલે બ્રિટિશ દૂતાવાસ સમક્ષ ઔપચારિક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જ્યારે બ્રિટને આ આરોપને નકારી કાઢતા કહ્યું કે યાત્રાની જાણકારી પહેલાથી જ આર્જેન્ટિના સરકારને આપી દેવામાં આવી હતી અને તે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હતી.

આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યા પછી આર્જેન્ટિનાના ખેલાડીઓએ મેદાન પર ‘લાસ માલ્વિનાસ સન આર્જેન્ટિના’ (માલ્વિનાસ આર્જેન્ટિનાનું છે) લખેલું બેનર લહેરાવ્યું. આર્જેન્ટિનામાં ફોકલેન્ડને માલ્વિનાસ કહેવામાં આવે છે. આ ઘટના પછી બંને દેશોનો જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *