ગોંડલમાં ગેરકાયદેસર ખનિજ પર પોલીસ ત્રાટકી

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર (IPS) દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહનની પ્રવૃત્તિઓ રોકવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના પગલે ગોંડલ સીટી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર સિલિકા (રેતી) ભરેલા બે મોટા ડમ્પર ઝડપી પાડ્યા છે.

પોલીસે કુલ ₹60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગોંડલ ઘોઘાવદર રોડ પરથી અશોક લેલન્ડ કંપનીનું GJ-33-T-4976 નંબરનું 45 ટન સિલિકા ભરેલું ડમ્પર ટ્રક (કિંમત ₹25 લાખ) ઝડપાયું હતું. જ્યારે ગોંડલ મોવિયા રોડ, રૂપાવટી ચોકડી પાસેથી GJ-03-CW-0043 નંબરનું 42 ટન સિલિકા ભરેલું અશોક લેલન્ડ કંપનીનું મોટું ડમ્પર ટ્રેઇલર (કિંમત ₹35 લાખ) કબ્જે કરાયું હતું.

ઝડપાયેલા બંને વાહનોના ડ્રાઇવરોને આર.ટી.ઓ. અને ખાણખનિજ ખાતાના મેમો આપવામાં આવ્યા છે. પોલીસે વાહનો કબ્જે કરી પોલીસ સ્ટેશન ખાતે રાખ્યા છે. કસૂરદારો સામે યોગ્ય દંડ વસૂલ કરવા માટે રાજકોટ કચેરીના ભુસ્તર શાસ્ત્રી અને ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *