સેન્ચુરી ફટકારી લોર્ડ્સ ક્વિન બની બરોડિયન ગર્લ યાસ્તિકા

ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 142 વર્ષના ઇતિહાસમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી, જેમાં બરોડિયન ગર્લ યસ્તિકા ભાટિયા(વિકેટકીપર અને બેટર)એ સેન્ચુરી ફટકારીને આ મેદાન પર સદી કરનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. યસ્તિકાએ મેચની ત્રીજી ઇનિંગ્સમાં 158 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 113 રનની ઇનિંગ રમી હતી.

મેચ બાદ યસ્તિકાએ પરિવારને ફોન કર્યો હતો અને “પપ્પા, જ્યારે મેં સદી ફટકારીને બેટ ઊંચું કર્યું, ત્યારે મને તમે ચારેય જણા(મમ્મી, પપ્પા, બહેન, દાદા) નજર આવતા હતા, દાદાજી પણ મને નજર આવતા હતા કે, જાણે મને આશીર્વાદ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે યસ્તિકા યુથ સર્વિસ સેન્ટર ખાતે રમવા જતી હતી. તે ખૂબ જ મહેનત કરતી હતી અને તેનું સારું પરફોર્મન્સ હતું. જેથી બરોડા ક્રિકેટ એસોસિએશનની અન્ડર- 19 ટીમમાં તેની પસંદગી થઈ હતી. જેમાં તેણે ખૂબ જ સારૂ પરફોર્મન્સ કરતા સિનિયર ટીમમાં સ્થાન મળ્યું હતું. 2021માં યસ્તિકાએ ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ 2022માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેણે એક સાથે ટી – 20, વનડે અને ટેસ્ટ મેચમાં ડેબ્યું કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *