રાજકોટ શહેરમાં ગત સપ્તાહ દરમિયાન થયેલા સરાજાહેર ફાયરિંગ અને હત્યાના બનાવ બાદ રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની કડક સૂચના બાદ, શહેર પીસીબીએ એક મોટી સફળતા મેળવીને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરતી મધ્યપ્રદેશની ‘વેપન કાર્ટેલ’ના નેટવર્કને તોડી પાડ્યું છે. પોલીસે મુખ્ય સપ્લાયર સહિત 5 આરોપીઓને 16 ગેરકાયદે હથિયારો અને 30 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા છે.
વાંકાનેર ચોકડી પાસે ગોઠવાયેલી વોચમાં મુખ્ય સપ્લાયર ઝડપાયો પીસીબી પીઆઇ મેહુલ ગોંડલીયા, પીએસઆઈ આર.કે.જાડેજા અને પી.બી.ત્રાજીયાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશથી ગેરકાયદે હથિયાર સપ્લાય કરતો શાતિર ઇસમ સકીલ સાદીક મન્સુરી રાજકોટ-કુવાડવા હાઇવે પર વાંકાનેર ચોકડી પાસે હથિયારોની ડિલિવરી આપવા આવવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને સકીલ મન્સૂરીને દબોચી લીધો હતો.
લેતા તેની પાસેથી 5 દેશી હથિયાર અને 20 નંગ જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. અમદાવાદ હાઇવે પર સકીલ પાસેથી હથિયાર ખરીદવા આવેલા સ્થાનિક સાગરીત જયસુખ ઉર્ફે જેસો વાઘેલાની પણ પોલીસે ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી.
પૂછપરછમાં ખૂલ્યા અન્ય સાગરીતોના નામ અને હથિયારોનો જથ્થો પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછના આધારે પોલીસે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં દરોડા પાડીને વધુ 3 આરોપીઓને હથિયારો સાથે દબોચી લીધા હતા.