સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકે છે. ન્યૂઝ એજન્સી ANIને BCCIના એક સૂત્રએ જણાવ્યું કે સૂર્યા માટે દરવાજા હજુ પણ ખુલ્લા છે. જોકે તે હજુ ટીમની યોજનાનો ભાગ નથી. જો તે ઘરેલું ક્રિકેટમાં સતત રન બનાવશે, તો વાપસી શક્ય છે.
ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન સૂર્યાને ખરાબ ફોર્મના કારણે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેમની પાસેથી કેપ્ટનશીપ પણ છીનવી લેવામાં આવી હતી. તેમની જગ્યાએ BCCIએ શ્રેયસને નવો ટી-20 કેપ્ટન બનાવ્યો છે.
સૂર્યાએ ટી-20 વર્લ્ડ કપ 2026ની 9 ઇનિંગ્સમાં 242 રન બનાવ્યા. તેણે માત્ર એક ફિફ્ટી ફટકારી. સૂર્યાનું ખરાબ ફોર્મ IPL 2026માં પણ ચાલુ રહ્યું. તે 13 ઇનિંગ્સમાં માત્ર 270 રન જ બનાવી શક્યો. તેની સરેરાશ 20.76 રહી. સૂર્યા સિઝનમાં માત્ર 2 ફિફ્ટી ફટકારી શક્યો.