હોર્મુઝમાં ટેન્કર પર હુમલામાં એક ભારતીયનું મૃત્યુ

હોર્મુઝ સ્ટ્રેટમાં તાજેતરમાં થયેલા હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું છે. યુએઈના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હોર્મુઝમાં ઓમાનના દરિયાઈ વિસ્તાર નજીક તેના બે ઓઈલ ટેન્કરો પર ઈરાનની બે ક્રૂઝ મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો છે. ‘મોમ્બાસા’ અને ‘અલ બહિયા’ નામના ટેન્કરો પર થયેલા આ હુમલામાં 8 લોકો ઘાયલ પણ થયા છે.

બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) જણાવ્યું છે કે સોમવારે ઈરાન પર સતત ત્રીજી રાત્રે હવાઈ હુમલા શરૂ કરવામાં આવ્યા છે. CENTCOMના જણાવ્યા મુજબ, આ હુમલાઓનો હેતુ ઈરાનની સૈન્ય ક્ષમતાઓને ભારે નુકસાન પહોંચાડવાનો અને હોર્મુઝ સ્ટ્રેટમાં સામાન્ય નાગરિકો તેમજ કોમર્શિયલ જહાજો પર હુમલો કરવાની તેની ક્ષમતાને નબળી પાડવાનો છે.

આ સાથે જ, CENTCOM એ જણાવ્યું છે કે મંગળવારથી અમેરિકી નૌસેના ઈરાની બંદરો પર આવતા-જતા દરિયાઈ વાહનવ્યવહારની નાકેબંધી ફરી શરૂ કરશે. જોકે, જે જહાજો આ નાકેબંધીનું ઉલ્લંઘન નહીં કરે, તેમના માટે પ્રાદેશિક દરિયાઈ માર્ગો પર અવરજવર ચાલુ રહેશે.

છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ

  1. ટ્રમ્પની મોટી જાહેરાત – હોર્મુઝથી પસાર થતા જહાજો પર 20% ટેક્સ: અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા કરશે. તેના બદલામાં ત્યાંથી પસાર થતા દરેક કાર્ગો જહાજ પર 20% સુરક્ષા ટેક્સ વસૂલવામાં આવશે. આ સાથે જ ઈરાની જહાજો અને તેના ગ્રાહકો પર નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.
  2. અમેરિકાએ ઈરાનના સબમરીન અને નેવલ બેઝ પર હુમલો કર્યો: CENTCOM એ બંદર અબ્બાસ સ્થિત સબમરીન અને નેવલ મેઈન્ટેનન્સ ફેસિલિટી પર સી-ડ્રોનથી હુમલો કર્યો. આ હુમલા દ્વારા ઈરાનની નૌકાદળની સૈન્ય ક્ષમતાને સીધું નિશાન બનાવવામાં આવી છે.
  3. ઈરાન બોલ્યું – હોર્મુઝ પરથી કંટ્રોલ નહીં છોડીએ: ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકાર મોહમ્મદ મોખબરે જણાવ્યું કે તેઓ હોર્મુઝ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખશે. અમેરિકાની દખલગીરી અને દબાણ સામે તેઓ ક્યારેય ઝૂકશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *