થાઈલેન્ડની રાજધાની બેંગકોકના એક બારમાં સોમવારે મોડી રાત્રે લાગેલી આગમાં 27 લોકોના મોત થયા. થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલે જણાવ્યું કે 27 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 60થી વધુ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ લાગવાનું કારણ હજુ તપાસ હેઠળ છે.
ફાયર બ્રિગેડને સોમવારે રાત્રે લગભગ 12 વાગ્યા પછી ઘટનાની જાણ થઈ. જ્યારે ફાયરકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે બારના મુખ્ય દરવાજામાંથી લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા.
વીડિયોમાં બારમાંથી ઊંચી જ્વાળાઓ ઉઠતી જોવા મળી. ઘણા લોકો ચીસો પાડતા બહાર ભાગ્યા અને ઓછામાં ઓછા બે લોકો આગની ઝપેટમાં દેખાયા. મૃતકોમાં નવ પુરુષો અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે.