જસદણ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ

જસદણ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકાના આયોજનબદ્ધ વિકાસ કાર્યો, વહીવટી બાબતો અને ચાલુ ચોમાસા દરમિયાનની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.

સભા દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિ, પ્રજાલક્ષી સેવાઓ અને વરસાદી ઋતુમાં જરૂરી સાવચેતીના પગલાં અંગે ચર્ચા થઈ હતી.

કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલુકાના સર્વાંગી વિકાસ માટે સંકલન સાથે કાર્ય કરવાની હાકલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *