ઈરાને કહ્યું- હોર્મુઝમાં દખલગીરી કરી તો જડબાતોડ જવાબ આપીશું

ઈરાને અમેરિકા પર તેના એકમાત્ર બુશેહર પરમાણુ વીજ મથક (પાવર ફેસિલીટી) નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. અલ જઝીરાના અહેવાલ મુજબ આ હુમલો બપોરે આશરે 12 વાગ્યે થયો હતો. બીજી તરફ, ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, અમેરિકાએ છેલ્લા 2 દિવસમાં ઈરાનના 170 સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોન દાગ્યા છે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ, આ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ, ડ્રોન અને મિસાઈલના ભંડાર, સૈન્ય સ્પીડ બોટ તેમજ હોર્મુઝ સ્ટ્રેટ નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આના જવાબમાં ઈરાને જણાવ્યું કે તેણે કતાર, કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો પર ડ્રોન હુમલા કર્યા છે. ઈરાની સેનાના અહેવાલ મુજબ, આ હુમલાઓમાં કુવૈતની પેટ્રિઅટ મિસાઈલ સિસ્ટમ, કતારના અર્લી વોર્નિંગ સેટેલાઈટ એન્ટેના અને બહેરીનમાં અમેરિકી સેનાની ફ્યુઅલ ટેન્કને નિશાન બનાવવામાં આવી હતી.

અમેરિકી સેનાએ મંગળવારે મોડી રાત્રે ઈરાનના 80થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. અમેરિકાએ જણાવ્યું કે આ કાર્યવાહી ઈરાન દ્વારા હોર્મુઝમાં જહાજો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *