છત્તીસગઢમાં નક્સલના ભય તળે ચૂંટણી

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે બસ્તરની તમામ 12 સીટો પર પહેલા તબક્કામાં 7 નવેમ્બરે મતદાન થશે. નક્સલ પ્રભાવિત બસ્તરની કોંટા વિધાનસભા સૌથી હાઇપ્રોફાઇલ સીટ છે.

અહીંથી આબકારી મંત્રી કવાસી લખમા છઠ્ઠી વાર ધારાસભ્ય બનવા માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જ્યારે સીપીઆઇના ઉમેદવાર મનીષ કુંજામ અચાનક અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝંપલાવ્યું છે. ભાજપે સોયમ મુકાને ટિકિટ આપી છે. તેઓ સલવા જુડુમ સમયથી વિસ્તારના લોકો સાથે છે.

આ સીટો પર ઉમેદવારોના ચૂંટણી અભિયાનની અસર માત્ર સડકની નજીકનાં ગામોમાં જોવા મળે છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારો હજુ પ્રચારથી દૂર છે. કદાચ મતદાન સુધી અહીં એવો જ માહોલ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *