ભગવતીપરામાં નશેડીઓનો આતંક યુવકને છરી મારી લૂંટ ચલાવી

રામભાઈ દાનાભાઈ ચાવડા (ઉં.વ.55) આજે વહેલી સવારે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર પીલોર નંબર 64 પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. કોઈએ પોલીસને જાણ કરતા રેલવે પોલીસે પ્રથમ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી અને 108માં ફોન કર્યો હતો. 108ના ઇએમટીએ સ્થળ ઉપર જ રામભાઈને મૃત જાહેર કર્યા હતા જેથી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરીને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રામભાઈ પોરબંદર ખાતે માછીમારીનું મજૂરીનું કામ કરતા હતા. તેઓના અગાઉ લગ્ન થઈ ગયા હતા પણ બાદમાં છૂટાછેડા થઈ ગયા હતા. હાલ તેઓ શાપર ખાતે પોતાના ભાઈ એભાભાઈ સાથે રહેતા હતા. ગઈકાલે ભાઈના દીકરાને ફોન કરીને જણાવ્યું હતું કે, હું ટ્રેનમાં બેસી ગયો છું અને રાજકોટ આવું છું. પછી સવારે પરિવારજનોને તેમનો મૃત્યુ અંગે સમાચાર મળ્યા હતા. જેથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે.

ભત્રીજાએ મિત્ર સાથે મળી કાકાને છરીના ઘા ઝીંક્યા રાજકોટના રેલનગર વિસ્તારમાં લોન્ડ્રી ધરાવતા અમિતભાઈ મૂળજીભાઈ ચુડાસમા (ઉં.વ.40) આજે 12.30 વાગ્યા આસપાસ પોતાની દુકાને હતા ત્યારે હિમેશ વાઘેલા અને કરમજીત પાજીએ આવી ઝઘડો કરી તેમને છરીના ઘા ઝીંકી દેતા લોહી લુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં અમિતભાઈના માસીયાઈ ભાઈ હરેશભાઈ વાઘેલાના પત્ની ચંદ્રિકાબેન મનમેળ થતા 6 મહિનાથી અમિતભાઈ સાથે લિવ ઈનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.

થોડા સમય પૂર્વે હરેશભાઈને પત્ની સાથે ઝઘડો થતા હરેશભાઈ સુરત રહેવા જતા રહ્યા હતા. દરમ્યાન ચંદ્રિકાબેન અને તેમના ત્રણ સંતાન ભાડે રહેતા હતા. 6 મહિના પહેલા ચંદ્રિકાબેને અમિતભાઇ સાથે લિવ ઈન કરાર કરતા તેઓ પોતાની દીકરીને લઈ અમિતભાઇ સાથે રહેવા જતા રહ્યા હતા જોકે યુવાન પુત્ર હિમેશને આ વાત પસંદ આવી ન હતી. જેથી આજે બપોરે હિમેશ તેના મિત્ર કરમજીત ઉર્ફે પાજી સાથે અમિતભાઈની લોન્ડ્રી શોપ પહોંચ્યો હતો અને ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. તબીબોના મતે અમિતભાઇની હાલત નાજુક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *