સુરતમાં ચોથા માળની ગેલરીમાંથી રમતાં રમતાં 4 વર્ષીય બાળકીનું પટકાતાં મોત

સુરતમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલીમાં ચોથા માળેથી 4 વર્ષીય બાળકીનું પટકાતાં મોત નીપજ્યું હતું. બાળકી ઘરની ગેલેરીમાં રમતાં-રમતાં નીચે પટકાઈ હતી. ત્યા રબાદ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં મોતનો માહોલ છવાયો છે.

મૂળ ઉત્તપ્રદેશના રહેવાસી અને સુરતમાં ડિંડોલી નવાગામ ખાતે રાહુલ મૌર્યા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે દીકરી છે. રાહુલ જાહેરાતની કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ 4 વર્ષની દીકરી અંકિતા તેની નાની બહેન સાથે ઘરના ચોથા માળે રમી રહી હતી અને માતા બીમાર હોવાથી રૂમમાં ઊંઘતા હતા. પિતા રસોડામાં રસોઈ બનાવી રહ્યા હતા. દરમિયાન અંકિતા આવી હતી અને એક પૂરી લઈને ફરી ગેલેરીમાં રમવા જતી રહી હતી. ત્યાર બાદ અંકિતા રમતાં-રમતાં ચોથા માળેથી પટકાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *