મગફળીનું ઉત્પાદન 1.86 લાખ ટન વધશે

સૌરાષ્ટ્ર ઓઈલ મિલની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં મગફળીના વાવેતર, વિસ્તાર અને ઉત્પાદનનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. સોમાએ કરેલા સરવે મુજબ અંદાજ કાઢતા જણાવ્યું હતું કે, ગત વર્ષની તુલનાએ રાજ્યમાં આ વખતે 74 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર ઘટ્યું છતાં ઉત્પાદન 1,86,700 ટન વધારે આવશે અને ડબ્બાનો ભાવ રૂ.2500થી 3000ની વચ્ચે રહેશે.

ખેડૂતો મગફળીના વાવેતર માટે જે પહેલા 36 ઈંચની જગ્યા રાખતા હતા તે આ વખતે 18થી 24ની રાખી છે. જેને કારણે વાવેતર ઘટવા છતાં ઉત્પાદનમાં વધારો આવશે. તેમ સોમાના પ્રમુખ કિશોર વિરડિયાએ જણાવ્યું છે. વીઘે 7.5 મણથી લઇને 18.5નું ઉત્પાદન આવવાનો અંદાજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *