હૃતિક રોશન હવે માત્ર બોલિવૂડ સ્ટાર નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્ક્રીન પ્રેઝન્સ તરફ આગળ વધી રહ્યો છે. તેનો કરાર ગ્લોબલ મીડિયા અને ટેલેન્ટ કંપની એનોનિમસ કન્ટેન્ટ સાથે થયો છે. આ એ જ કંપની છે, જે વિશ્વભરના મોટા ફિલ્મ નિર્માતાઓ, લેખકો અને કલાકારો સાથે કામ કરવા અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સને આકાર આપવા માટે જાણીતી છે.
જોકે, સત્તાવાર રીતે હજુ સુધી કોઈ હોલીવુડ ફિલ્મની જાહેરાત થઈ નથી, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં હૃતિકના આ પગલાને કારકિર્દીના આગામી મોટા વિસ્તરણના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
હૃતિક એકસાથે એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસરની ભૂમિકાઓમાં પોતાની હાજરી વધારી રહ્યો છે
ઇન્ડસ્ટ્રી માની રહી છે કે, આ માત્ર વિદેશમાં એજન્ટ બદલવા જેવું પગલું નથી, પરંતુ ઇન્ટરનેશનલ કો-પ્રોડક્શન, ગ્લોબલ કન્ટેન્ટ અને ક્રોસ-માર્કેટ હાજરીની રણનીતિનો પણ એક ભાગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ભારતીય કલાકારોએ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે ભાગીદારી કરી છે. આ જ કડીમાં હૃતિકનું નવું પગલું થોડું અલગ માનવામાં આવી રહ્યું છે. કારણ માત્ર હોલીવુડમાં સંભાવનાઓ નથી, પરંતુ એ પણ છે કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે હૃતિક એક સાથે એક્ટર, ડિરેક્ટર અને નિર્માતા ત્રણેય ભૂમિકાઓમાં પોતાની હાજરી વધારી રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે હજુ સુધી કોઈ હોલીવુડ ફિલ્મ કે સિરીઝની સત્તાવાર જાહેરાત થઈ નથી. એક તરફ એક્ટર તરીકે હૃતિક પોતાની સૌથી મોટી ફ્રેન્ચાઇઝ ‘ક્રિશ 4’ની તૈયારીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ પ્રોડ્યુસર તરીકે પોતાના બેનર HRX Filmsનું વિસ્તરણ થઈ રહ્યું છે. આવા સમયે નવી ગ્લોબલ ડીલ હૃતિક માટે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ, કો-પ્રોડક્શન, ગ્લોબલ સ્ટ્રીમિંગ કન્ટેન્ટ અને નવા ક્રિએટિવ સહયોગોના રસ્તા ખોલી શકે છે.