સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી ‘કોકરોચ જનતા પાર્ટી’ની ખૂબ ચર્ચા થઈ રહી હતી. લોકો મીમ્સ બનાવી રહ્યા હતા, વીડિયો શેર કરી રહ્યા હતા અને આ અનોખી પાર્ટીને લઈને ચર્ચા પણ કરી રહ્યા હતા. પરંતુ હવે ઇન્ટરનેટને એક નવો વિષય મળી ગયો છે. પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ ‘ઇશ્ક કરો પાર્ટી’ બનાવવાની જાહેરાત કરી દીધી છે.
જસ્ટિસ કાત્જુએ ઓફિશિયલ X એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આ નવી પાર્ટીની ઘોષણા કરી છે. તેમણે જણાવ્યું કે આ પાર્ટીનો હેતુ લોકો વચ્ચે પ્રેમ, શાંતિ, ભાઈચારો અને પરસ્પર સમજણ વધારવાનો છે. કાત્જુએ યુવાનોને આ પહેલનો ભાગ બનવાની અપીલ પણ કરી. એટલું જ નહીં, પાર્ટી સાથે જોડાવા ઈચ્છુક લોકો માટે તેમણે (ishqkaroparty@gmail.com) ઈમેલ આઈડી પણ શેર કર્યું છે.
બસ પછી શું હતું, સોશિયલ મીડિયા યુઝર્સને મીમ્સનો નવો મસાલો મળી ગયો. કોઈએ લખ્યું, ‘હવે રાજકારણમાં નફરત નહીં, ઇશ્કની એન્ટ્રી થઈ ગઈ છે.’ તો કોઈએ મજાકમાં કહ્યું, ‘કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધ ઇશ્ક કરો પાર્ટી… હવે રાજકારણમાં પ્રેમ અને કોકરોચ વચ્ચે મુકાબલો જોવા મળશે.