રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મ કેસમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે ગીર ગઢડા પંથકની 23 વર્ષીય યુવતીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં પોતે નર્સિંગ તરીકે નોકરી કરતી ત્યારે ઇન્સ્ટાગ્રામ મારફત નિકુલ ચૌહાણ નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો અને બંન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. આરોપીએ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરી નર્સને ગર્ભવતી બનાવી દેતા યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો આરોપી યુવતીને અપનાવવા કે લગ્ન કરવા તૈયાર ન થતા આખરે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી છે.
જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 સુધી નોકરી કરતી ગીર ગઢડા પંથકની 23 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તળાજાના નિકુલ સુરેશ ચૌહાણનું નામ આપી જણાવ્યું હતું કે, પોતે રાજકોટની એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 સુધી નોકરી કરતી હતી. દોઢેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમાં એક nikchauhan વાળી આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો. જેને રીપ્લાઇ આપ્યો ન હતો પરંતુ ત્યારબાદ ત્રણ-ચાર દિવસ પછી બીજી વખત આવ્યો કે કેમ તમે રીપ્લાઈ નથી આપતા, મારે તમને પુછવું છે કહેતા અમારે વાતચીત શરૂ થઇ હતી.
મેસેજ કરનારે પોતાનું નામ નિકુલ ચૌહાણ જણાવ્યું હતું ત્યાર બાદ બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થતા વોટ્સએપમાં તેમજ કોલ ઉપર વાતચીત થતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને એકાદ વર્ષ પહેલા આરોપીએ ફોન કરી કહ્યું કે, હુ તને રાજકોટ મળવા આવુ છુ. પછી બન્ને ગાર્ડનમા મળ્યા હતા આ વખતે નિકુલ ચૌહાણે કહ્યું કે, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ, જેથી તેને લગ્ન માટે હા પાડેલ અને ત્યારબાદ મોટી ટાંકી ચોક પાસે આવેલ સ્ટાર પેલેસ નામની હોટેલમા લઈ ગયો અને ત્યાં શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ નિકુલ ચૌહાણે લગ્નની લાલય આપી સ્ટાર પેલેસ નામની હોટેલમા અવારનવાર લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો.