ભારતને જડમૂળથી ઉખેડવાના ઘણા પ્રયાસો થયા : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રકૂટમાં તુલસીપીઠ ખાતેની સભામાં કહ્યું, ‘એક હજાર વર્ષની ગુલામીના સમયગાળા દરમિયાન ભારતને જડમૂળથી ઉખેડી નાખવાના અનેક પ્રયાસો થયા. આપણે આઝાદ તો થયા, પણ ગુલામીની માનસિકતા ગઈ નથી, તેઓએ સંસ્કૃત પ્રત્યે વેર ભાવ ચાલુ રાખ્યો.

શુક્રવારે તેમણે કહ્યું, ‘જો લોકો બીજા દેશની માતૃભાષા જાણતા હોય તો તેઓ તેની પ્રશંસા કરશે, પરંતુ તેઓ સંસ્કૃત ભાષા જાણવી એ પછાતપણાની નિશાની માને છે. આ માનસિકતા ધરાવતા લોકો છેલ્લા એક હજાર વર્ષથી હારી રહ્યા છે અને ભવિષ્યમાં પણ સફળ થશે નહીં. સંસ્કૃત એ પરંપરાની ભાષા નથી, તે આપણી પ્રગતિ અને ઓળખની ભાષા છે. સંસ્કૃત સમયની સાથે શુદ્ધ થઈ ગઈ પણ પ્રદૂષિત થઈ નથી.

PMએ જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજને કહ્યું, ‘જે રામ મંદિર માટે તમે કોર્ટથી લઈને કોર્ટની બહાર યોગદાન આપ્યું તે પણ તૈયાર થવા જઈ રહ્યું છે.’ જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે પીએમ પાસે રામચરિત માનસને રાષ્ટ્રીય ગ્રંથ બનાવવાની માંગ કરી હતી. આ પહેલા પીએમ જગદગુરુનો હાથ પકડીને મંચ પર લઈ ગયા. રામભદ્રાચાર્ય પીએમ મોદીને ભેટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *