ગોંડલમાં આપત્તિમાં હવે મળશે ઝડપી સેવા: બે નવા ફાયર ફાઇટરનું લોકાર્પણ

ગોંડલ શહેરની જનતાની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે. શહેરમાં કોઈપણ પ્રકારની ઈમરજન્સી કે આપત્તિના સમયે પહોંચી વળવા માટે ગોંડલ નગરપાલિકાને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બે નવા ફાયર ફાઈટર વાહનો ફાળવવામાં આવ્યા છે. આ બંને આધુનિક વાહનોનું જનતા માટે વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તમામ સદસ્યો, શહેરના આગેવાનો અને વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાને જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, ગોંડલની જનતાને અત્યાર સુધી જે પ્રકારે સુખ અને સુવિધાઓ મળતી રહી છે, તે જ રીતે ભવિષ્યમાં પણ અવિરતપણે મળતી રહેશે. લોકોની સેવા માટે અમારા પ્રયાસો સતત ચાલુ રહેશે તેવી ખાતરી ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા આપવામાં આવી હતી.

રાજ્ય સરકારની આ ભેટ સ્વરૂપે ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરોડો રૂપિયાના ખર્ચે બે નવા અત્યાધુનિક ફાયર ફાઈટર વાહનોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી જનતાને મોટો ફાયદો થશે, કારણ કે શહેરમાં આગ કે અન્ય કોઈપણ આપત્તિના સમયે ફાયર વિભાગ હવે વધુ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકશે અને લોકોને તાત્કાલિક ધોરણે બચાવ સેવા પૂરી પાડી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *