ઇન્ડિગો એરલાઇનની પેરન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને 29 મે 2026 ના રોજ સમાપ્ત થયેલા ચોથા ક્વાર્ટર (Q4FY26) ના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીને ₹2,536 કરોડનું કોન્સોલિડેટેડ નેટ લોસ (ચોખ્ખું નુકસાન) થયું છે. ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપનીને ₹3,068 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ (ચોખ્ખો નફો) થયો હતો.
દેશની સૌથી મોટી એરલાઇન હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે. કંપનીને આ નુકસાન મુખ્યત્વે ડોમેસ્ટિક ક્ષમતા પરના પ્રતિબંધો, ભારતીય રૂપિયામાં આવેલી નબળાઈ અને હવાઈ ઇંધણ એટલે કે ફ્યુઅલની વધતી કિંમતોને કારણે થયું છે. આ ઉપરાંત, આ ક્વાર્ટરમાં કંપની પર ₹250 કરોડનો વન-ટાઇમ ચાર્જ પણ લાગ્યો છે.
વાર્ષિક ધોરણે નુકસાન છતાં, કંપનીની ઓપરેશનલ રેવન્યુમાં થોડો વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટરમાં ઇન્ડિગોની રેવન્યુ નજીવો વધીને ₹22,438 કરોડ પર પહોંચી ગઈ. ગયા નાણાકીય વર્ષ (Q4FY25) ના સમાન ક્વાર્ટરમાં કંપનીની રેવન્યુ ₹22,152 કરોડ હતી.