IPLની છેલ્લી લીગ મેચમાં દિલ્હી જીત્યું

IPL 2026ની છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું છે. ઈડન ગાર્ડન્સમાં ટૉસ હારતા પહેલી કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમ 18.4 ઓવરમાં 163 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બંને ટીમ પહેલાથી જ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

204 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી કોલકાતા માટે અજિંક્ય રહાણેએ સૌથી વધુ 63 રન બનાવ્યા હતા, જ્યારે મનીષ પાંડેએ 25 અને રોવમેન પોવેલે 29 રનની ઇનિંગ્સ રમી હતી. જોકે સતત વિકેટો પડવાના કારણે કોલકાતા ક્યારેય મેચમાં કમબેક કરી શક્યું નહીં. લુંગી એન્ગિડી અને કુલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કને 2 વિકેટ મળી હતી. અક્ષર પટેલને એક વિકેટ મળી અને રોવમેન પોવેલ રન આઉટ થયો હતો.

કેએલ રાહુલે 60 રનની ઇનિંગ રમી

દિલ્હી માટે કેએલ રાહુલે સૌથી વધુ 60 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે 30 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. અક્ષર પટેલે કેપ્ટન ઇનિંગ્સ રમતા 39 રન બનાવ્યા, જ્યારે ડેવિડ મિલરે 28 રન અને આશુતોષ શર્માએ અણનમ 18 રન ઉમેરીને ટીમને 200 રનને પાર પહોંચાડી હતી.

કોલકાતા માટે સૌરભ દુબેએ સૌથી વધુ 2 વિકેટ લીધી. જ્યારે વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અનુકુલ રોયને એક-એક વિકેટ મળી.

કોલકાતા પ્લેઑફમાંથી બહાર

રાજસ્થાને આજની પહેલી મેચમાં મુંબઈને 30 રનથી હરાવીને પ્લેઑફમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ કોલકાતા અને પંજાબ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગયા છે. દિલ્હી સામે જીત મેળવ્યા પછી પણ કોલકાતા વધુમાં વધુ 15 પોઇન્ટ્સ સુધી જ પહોંચી શકશે. રાજસ્થાન 16 પોઇન્ટ્સ સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે. તેમના પહેલા બેંગલુરુ, ગુજરાત અને હૈદરાબાદ ક્વોલિફાય કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *