રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ શાખાનો સપાટો

રાજકોટ મનપા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત 16 ડિસેમ્બર સુધીનાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે આજે મહાનગરપાલિકાનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાં મળી જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેકતા 39 નાગરિક સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 6.3 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં. 2, 3, 7, 13, 14 તથા 17ના સેનેટરી ઇન્સપેક્ટર તથા સેનેટરી સબ-ઇન્સપેક્ટરની ટીમ દ્વારા સઘન સફાઈ, પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ 15 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી અને 2.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *