ઈરાન વિરુદ્ધ ચાલેલા ઓપરેશન એપિક ફ્યુરીમાં અમેરિકાને મોટું હવાઈ નુકસાન થયું છે. યુએસ કોંગ્રેસના રિપોર્ટ અનુસાર, આ ઓપરેશનમાં અમેરિકી સેનાના 42 એરક્રાફ્ટ-ડ્રોન તબાહ અથવા ગંભીર રીતે ડેમેજ (ક્ષતિગ્રસ્ત) થયા છે.
આમાં 6 ફાઇટર અને અટેક જેટ છે. તબાહ થયેલા જેટમાં 1 એફ-35, 4 F-15E સ્ટ્રાઈક ઈગલ અને 1 A-10 થંડરબોલ્ટ-II સામેલ છે. અમેરિકી રક્ષા મંત્રાલય પહેલા જ જણાવી ચૂક્યું છે કે યુદ્ધ પર તેના કુલ 2.81 લાખ કરોડ રૂપિયા ખર્ચાયા છે.
સૌથી મોટું નુકસાન ડ્રોન કેટેગરીમાં થયું છે. કુલ 25 ડ્રોન તબાહ થયા છે. આમાં 24 MQ-9 રીપર અને 1 MQ-4C ટ્રાઇટન છે. આ સિવાય અન્ય 11 વિમાનો પણ તબાહ કે ક્ષતિગ્રસ્ત થયા છે.
બીજી તરફ, ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઇઝરાયેલે યુદ્ધ માત્ર ઈરાનની પરમાણુ અને મિસાઈલ ક્ષમતાને નબળી પાડવા માટે નહોતું કર્યું, પરંતુ તખ્તાપલટની પણ યોજના હતી.