પંજાબની સતત પાંચમી મેચમાં કારમી હાર

મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું છે. મુંબઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રન જોઈતા હતા, જે ટીમે ચેઝ કરી લીધા. જીતના હીરો તિલક વર્મા રહ્યો, જેણે અણનમ 75 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી. બીજી તરફ પંજાબની આ સતત પાંચમી હાર રહી છે.

ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.

મુંબઈ માટે તિલક-જેક્સ વચ્ચે ફિફ્ટીની પાર્ટનરશીપ

મુંબઈ માટે તિલક વર્માએ માત્ર 33 બોલમાં અણનમ 75 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તેના સિવાય રાયન રિકલ્ટને 48 રન બનાવ્યા હતા. અંતમાં વિલ જેક્સે 10 બોલમાં અણનમ 25 રન બનાવીને મેચ ફિનિશ કરી અને તિલક તથા જેક્સ વચ્ચે માત્ર 20 બોલમાં 56 રનની ભાગીદારી નોંધાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *