ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈરાની અભિનેત્રીને મેસેજ કરતા’તા

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંને વિયેતનામમાં તેમની પત્ની બ્રિજિટ મેક્રોંએ ઈરાની મૂળની અભિનેત્રીના કારણે થપ્પડ મારી હતી. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, આ દાવો ફ્રેન્ચ પત્રકાર ફ્લોરિયન તારદિફે તેમના નવા પુસ્તક ‘એન (ઓલમોસ્ટ) પરફેક્ટ કપલ’માં કર્યો છે.

આ પુસ્તક બુધવારે પ્રકાશિત થયું હતું. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે આ વિવાદ ઈરાની મૂળની અભિનેત્રી ગોલશિફ્તે ફરાહાની અને રાષ્ટ્રપતિ મેક્રોં વચ્ચે કથિત ચેટને કારણે થયો હતો. રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ મેક્રોં અભિનેત્રીને મેસેજ મોકલતા હતા. એક મેસેજમાં તેમણે કથિત રીતે લખ્યું હતું, ‘તમે મને ખૂબ સુંદર લાગો છો.’

ફ્રેન્ચ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેક્રોં અને ફરાહાની વચ્ચે ઘણા મહિનાઓ સુધી ‘પ્લેટોનિક રિલેશનશિપ’ (મિત્રતાનો સંબંધ) રહ્યો હતો. જોકે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સંબંધ માત્ર ભાવનાત્મક અને અંગત વાતચીત સુધી મર્યાદિત હતો.

મેક્રોં ગયા વર્ષે 25 મેના રોજ વિયેતનામના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન હનોઈના નોઈ બાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમની પત્ની તેમને થપ્પડ મારતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *